મોરબી મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક તા.23 જાન્યુઆરીને બપોરે 3 કલાકે મહાપાલિકા ઝોન કચેરી, મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ ઈમારત, રેલ્વે સ્ટેશન રોડ, ખાતે યોજાશે. આ બેઠકમાં ગ્રામ પંચાયતની જે તે વખતની સ્વ ભંડોળ બચતની રકમની મર્યાદામાં કામો નક્કી કરેલ કામોના પ્રગતિ અહેવાલ અને જન ભાગીદારીના કામો માટે સાધનિક કાગળોની કાર્યવાહી પૂર્ણ થયેલ હોય તેવા કામો જનભાગીદારીના કામો માટે આવેલ નવી રજૂઆતો/અરજી પરત્વે પ્રગતિ અહેવાલ સહિતના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવશે.











