Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ટ્રાફિક નિયમભંગ સામે પોલીસની કાર્યવાહી, 24 વાહનચાલકો દંડિત

મોરબીમાં ટ્રાફિક નિયમભંગ સામે પોલીસની કાર્યવાહી, 24 વાહનચાલકો દંડિત

મોરબી શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા તથા રોડ ઉપર અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે આજે ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. બાપા સીતારામ ચોકથી રવાપર ચોકડી, રવાપર ઝાપો, કેપિટલ માર્કેટ, કોહીનુર કોમ્પ્લેક્સ તેમજ વર્ધમાન ચોકડી સહિતના વિસ્તારોમાં રોડ ઉપર અડચણરૂપ ઉભેલા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનોને દૂર કરાવી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો તથા વેપારીઓને પોતપોતાના વાહનો નિર્ધારિત જગ્યાએ જ પાર્ક કરવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ ૨૪ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૧૨,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સાથે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની જનતા માટે અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ વાહનચાલકે પોતાનું વાહન રોડ ઉપર ગમે ત્યાં પાર્ક ન કરે, રોંગ સાઈડમાં વાહન ન ચલાવે તથા પોતાની લેનમાં રહી ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલે અને અકસ્માતોની શક્યતા ટળી શકે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments