મોરબીના ઘુંટુ નજીક આવેલ સિલ્ક સિરામિક ફેકટરીમાં મશીન ઉપર કામ કરી રહેલા રાકેશકુમાર દેવનારાયણ શર્મા ઉ.29 નામના શ્રમિકને કામ કરતી વેળાએ અચાનક ગળાના ભાગે ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










