મોરબી : મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા અત્યાર સુધીમાં 2287 જેટલા રખડતાં ઢોર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 181 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ અપાઈ છે. આ ઉપરાંત 32 નાગરિકોના પેટડોગ રજિસ્ટ્રેશન કર્યા છે. પશુ માલિકોને પશુનું રજિસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજિસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરાઈ છે. આ ઉપરાંત કુલ મળીને 1360 પશુઓનું RFID તથા ટેગીંગ કરવામાં આવ્યું છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.










