મોરબી : ક્લિન અપ મોરબી ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત મોરબી સ્વચ્છ અને સુંદર બને તે માટે મોરબીના એવન્યુ પાર્ક અને જયરાજ પાર્ક સામેના વિસ્તારમાં ગંદકી હોય આ વિસ્તારમાં સાફ-સફાઈ હાથ ધરી હતી અને આશરે બે ટ્રેક્ટર જેટલો કચરો એકત્ર કરીને યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો. ક્લીન અપ મોરબી ડ્રાઇવમાં અનેક લોકો પણ જોડાયા હતા અને સાફ-સફાઈમાં સાથ સહકાર આપ્યો હતો.
આ સાથે જ ક્લીન અપ મોરબી ગ્રુપ દ્વારા મોરબીની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે અને મોરબી મહાનગરપાલિકાનું કલેક્શન વાન આવે તેમાં જ કચરો નાખે. જેથી મોરબી શહેરને સ્વચ્છ બનાવી શકાય. સાથે જ દર રવિવારે આ પ્રકારની સ્વચ્છતા ડ્રાઇવ યોજવામાં આવે છે તો વધુને વધુ લોકો આ અભિયાનમાં જોડાઈને મોરબીને સ્વચ્છ બનાવવામાં સહભાગી થાય તેવી અપીલ કરી હતી. સફાઈ અભિયાનમાં જોડાયેલા મહિલાએ મોરબી શહેરની મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરમાંથી કચરો સાફ કરીને જ્યાં ત્યાં ન ફેંકે, જ્યારે કચરો લેવા માટે મહાનગરપાલિકાનું વાહન આવે તેમાં જ કચરો નાખે.











