Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરમાં અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન

મોરબી શહેરમાં અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન

મોરબી મહાનગરપાલિકા દ્વારા ક્લસ્ટર ૨ ની વિઝીટ કરવામાં આવી હતી જેમાં સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી વિસીપરા મેઈન રોડ, રોહીદાસપરા મેઈન રોડ, વિજયનગર મેઈન રોડ, અમરેલી ગ્રામ પંચાયત પાસે આવેલ gvp પોઈન્ટની વિઝીટ કરવામાં આવી હતી તેમજ ડોર ટૂ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ વણકરવાસ વોકળો, વાઘપરા, રાસનપરાની વાળી પાસે આવેલ નાલાની સફાઈ કામગીરી કરવામાં આવી હતી ઉપરાંત અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત મોરબી શહેરના મહેન્દ્રનગરથી બસ સ્ટેન્ડ, શક્તિ સોસાયટીથી ત્રણ મંદિર સુધી મેઈન રોડ, બૌદ્ધનગર મેઈન રોડ, રામઘાટ મેઈન રોડ, પુજારા મોબાઈલવાળી શેરી, ગાંધી ચોક, હિરાસરી રોડ, ભક્તિનગર સર્કલ હાઈવે તથા કેનાલ રોડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments