Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક એસટી બસ અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા

મોરબી નજીક એસટી બસ અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા

મોરબી નજીક મહેન્દ્રનગર પાસે હળવદ રોડ ધંધુકા – મોરબી રૂટની એસટી બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઇજા થતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આજે શનિવારે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં ધંધુકા – મોરબી રૂટની એસટી બસ આગળ જતા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે બસ મુસાફરોથી ભરેલી હોવાથી બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સમયે બસમાં કેપેસીટીથી વધુ મુસાફરો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments