મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ આશુતોષ હાઇટ્સ નામના ફ્લેટ વેચાણ અંગેની olxમાં જાહેરાત જોઈને ફ્લેટ ખરીદવા ગયેલા મોરબીના વણિક પિતા પુત્ર પાસે ફ્લેટની લોન ચાલુ હોવાનું છુપાવી ફ્લેટ માલીકે રૂપિયા 14 લાખ જેટલી સૂથી લઈ સાટાખત કરી આપ્યા બાદ દસ્તાવેજ નહિ કરી આપી છેતરપીંડી આચરવાની ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી તા.27મી સુધીના રિમાન્ડ પર લીધો છે.
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી ઉ.69 નામના વેપારીએ આરોપી પાર્થ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે.આશુતોષ હાઇટ્સ, કાયાજી પ્લોટ, ફ્લેટ નંબર 101 વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી olxમાં ફ્લેટ વેચાણ માટે જાહેરાત મૂકી રૂ.41.25 લાખમાં ફ્લેટ વેચાણ માટેનો સોદો નક્કી કર્યા બાદ 14 લાખ રૂપિયા લઈ સાટાખત કરી આપ્યા બાદ દસ્તાવેજ ન કરી આપતા છેતરપિંડી મામલે ફરિયાદ બાદ આ કેસમાં પોલીસે આરોપી પાર્થ મુકેશભાઇ મહેતાની ધરપકડ કરી છે.
આરોપી પાર્થ મહેતાની ધરપકડ બાદ કોર્ટમાં રકું કરી પોલીસે આગામી તા.27મી જાન્યુઆરી સુધીમાં રિમાન્ડ મેળવ્યા છે અને ફરિયાદી સુનિલભાઈ સિવાય કોને કોને દસ્તાવેજ કે સાટા ખત કરી આપ્યા છે તે તમામ બાબતો અંગે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે.મહ્ત્વનું છે કે, આરોપીઓએ આ અગાઉ ફ્લેટમાં જ રહેતા ચેતનાબેન નરેશભાઈ જોશીને પણ સાટાખત કરી આપ્યું હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે.










