Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાની ફૂડ શાખાનું 33 ખાદ્ય પદાર્થની દુકાનોમાં ચેકિંગ

મોરબી મનપાની ફૂડ શાખાનું 33 ખાદ્ય પદાર્થની દુકાનોમાં ચેકિંગ

મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ ચેકિંગ અને ફૂડ હાઇજીનની ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં મોરબીના, શનાળારોડ, રવાપર રોડ, સામાકાંઠાના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટર દ્વારા ખાદ્ય પદાર્થની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. તથા રવાપર રોડ પર આવેલા સિઝનલ વેપારીયોની ચીકીની તપાસ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 33 ખાદ્ય પદાર્થની દુકાનોમાં ચેકિંગ કરાયું હતું. જેમાં 3 ડેરી સંચાલકોના દૂધના સેમ્પલ લઈ રેપિડ ટેસ્ટના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં કોઈ શંકાસ્પદ બાબતો જાણવા મળી ન હતી. આગામી સમયમાં પણ મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ ચેકિંગ ફૂડ પરીક્ષણ કામગીરી હાથ ધરવામાં આવશે.

મોરબી મહાનગર પાલિકાની કૂડ શાખા દ્વારા કમિશનરની ઉપસ્થિતિમાં ફૂડ સેફ્ટી અંગે જાગૃતિને લગત મિટિંગ યોજાઇ હતી. આ બેઠકમાં મોરબીના ખાણી- પીણીના નાના મોટા ધંધાર્થીઓ સહભાગી થાય હતા. જેમાં ફૂડ લાઇસન્સ અને ખોરાક માં હાઇજેનિક બાબતો જળવાઈ રહે તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા ઈસ્ટ ઝૉન ઓફિસે ખાણી – પીણીના ધંધાર્થીઓ સાથે એક ખાસ બેઠક યોજાઇ હતી, આ ખાસ બેઠક માં શહેરમાં કરિયાણાના વેપરીઓ, મિષ્ટાન ફરસાણના વેપારીઓ. રેસ્ટોરન્ટ અને હોટલના ધંધાર્થીઓ હાજર રહ્યા હતા, આ સમગ્ર મિટિંગમાં તમામ વેપારીઓને ખાદ્ય પદાર્થોની જાળવણી, હાઇજેનિક બાબતો, વાસી ખોરાકનું વેચાણ અટકાવવું સહિતની બાબતે જાણકારી આપવામાં આવી હતી. તમામ વેપારીઓને સ્વછતા જાળવવા જણાવ્યું હતું, ફૂડ શાખાની આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના સ્વપનિલ ખરે, આરોગ્ય શાખાના અધિકારી રાહુલભાઈ કોટડીયા, રાજ્ય સરકારના ફૂડ સેફ્ટી ઓફિસર નીરવભાઈ ડી.ચોધરી, ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટર હિમાનીબેન ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મિટિંગનું સંચાલન મોરબી મનપાના ફૂડ સેફ્ટી ઇન્સપેક્ટરે કર્યું હતું. આ મિટિંગમાં બહોળા પ્રમાણમાં ખાણી પીણીના ધંધાર્થીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments