મોરબી : મોરબીનું સરસ્વતી શિશુ મંદિર 1992 થી શિક્ષણમાં કામ કરી રહ્યું છે. છ વર્ષ પહેલાં શાળા પરિસરમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા તથા સ્થાપન નો કાર્યક્રમ ખૂબ ધામધૂમથી કરેલ. ત્યારથી લઈને દર વર્ષે મહાસુદ આઠમના દિવસે પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ વર્ષે તિથિ મુજબ 26 જાન્યુઆરીએ ધ્વજવંદન ત્યારબાદ પાટોત્સવ ની પૂજા વિધિ થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ચાલતું આ વિદ્યાલય પાટોત્સવ નિમિત્તે દિનાંક 25 જાન્યુઆરી અને રવિવારે રાત્રે 9:00 વાગે એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે.
આ કાર્યક્રમ એટલે “પંચ પરિવર્તન કથા” . સમાજમાં આ પાંચ પરિવર્તનથી વ્યક્તિથી લઈને પ્રકૃતિ સુધી એની સારી અસરોથી આવનારી પેઢી લાભાનવિત થશે. આ કથા નો લાભ લેવા માટે મોરબીની તમામ રાષ્ટ્રભક્ત તથા પ્રકૃતિ પ્રેમી પ્રજાને હાર્દિક નિમંત્રણ છે. આ કાર્યક્રમ સરસ્વતી શિશુ મંદિર સનાળા વિદ્યાલય પર થવાનો છે.











