મોરબી:સેવા ભાવના હ્રદયમાં રાખી અવિરત સેવાની જ્યોત જલાવી રાખનાર પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા સમાજને નવી રાહ ચીંધતી એક અનોખી ઉજવણી કરવામાં આવી છે.
જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચ કરવાને બદલે તે રકમનો સદુપયોગ કરી સેવા કાર્ય કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ વિચારને સાર્થક કરતા ગ્રુપના અગ્રણી સાધનાબેન ઘોડાસરાએ પોતાની દીકરી શ્રેયાના જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદો વચ્ચે કરી હતી.
મોરબીના રેન બસેરા ખાતે રહેતા નિરાધાર લોકોને જીવન જરૂરિયાતની અને નાસ્તાની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે:
* ચા અને ખાંડ
* ગાંઠીયા અને ચવાણું
* ખારી અને ટોસ
આ કાર્યક્રમને સફળ બનાવવામાં રેન બસેરામાં સેવા આપતા અસ્મિતાબેન ગોસ્વામી અને પરેશભાઈ ત્રિવેદી એ જહેમત ઉઠાવી હતી.
આ ઉમદા કાર્યમાં પાટીદાર વુમન્સ ગ્રુપના બહેનોએ ઉત્સાહભેર જોડાઈને સહયોગ આપ્યો હતો, જેમાં નીચેના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા:
* સાધનાબેન ઘોડાસરા
* આશાબેન ભાલોડીયા
* કાજલબેન આદ્રોજા
* ગૌરીબેન અધારા
* વનિતાબેન વરમોરા
* અલ્પાબેન કાસુન્દ્રા
* નિત્યાબેન ઘોડાસરા













