Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાર્ગ સલામતી માસ નિમિત્તે મોરબી આર.ટી.ઓ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

માર્ગ સલામતી માસ નિમિત્તે મોરબી આર.ટી.ઓ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી: માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારીના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં કુલ 60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે આર.ટી.ઓ. મકવાણા, એ.આર.ટી.ઓ. પ્રજાપતિ, આઈ.એમ.વી. જાડેજા સહિત બ્રિજેશભાઈ ભાડજા, અશોકભાઈ કાલરીયા અને સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, કર્મચારીઓ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments