Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી અને વાંકાનેરમાં પોલીસે વરલી મટકાના જુગાર પર કાર્યવાહી: 2 ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં પોલીસે વરલી મટકાના જુગાર પર કાર્યવાહી: 2 ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન અને વાંકાનેર સીટી પોલીસે અલગ અલગ બે દરોડામાં બે આરોપીઓને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી જુના બસસ્ટેન્ડ પાસેથી એ ડિવિઝન પોલીસે અસરફખાન હફીજજુલાખાન પઠાણ રહે.સિપાઈવાસ, મોરબીવાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 650 કબ્જે કર્યા હતા.જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે નવાપરા નાકા પાસેથી આરોપી ગોવિંદ ઉર્ફે લાલો રણછોડભાઈ ડાભી રહે.ખડીપરા વિસ્તાર વાળાને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments