Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપિતાએ જ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું: ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી...

પિતાએ જ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું: ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી ટંકારા પોલીસ

ટંકારા તાલુકા વિસ્તારમાં પિતાએ પોતાની જ 14 વર્ષીય સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગત તા. 23-01-2026ના રોજ રાત્રિના સમયે પોતાના જ ઘરે આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે. આ ગંભીર ઘટનાની જાણ થતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે તરત જ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બનાવની ગંભીરતા ધ્યાને લઇને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મુકેશ પટેલે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી અસરકારક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ અનુસંધાને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે. એમ. છાસીયા દ્વારા અલગ-અલગ ટીમો રચી ઝડપી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભોગબનનાર સગીર દીકરી તથા તેની માતાની ઝીણવટપૂર્વક પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી પોતાની માતા સાથે ઓરડીમાં સૂતી હતી, તે સમયે આરોપી પિતાએ તેનું મોઢું દબાવી તેને નિરવસ્ત્ર કરીને દુષ્કર્મ આચર્યું હતું. દીકરીએ રાડો પાડતાં માતા જાગી જતા આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી પિતાને શોધી કાઢી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત આપતા તેના વિરુદ્ધ પોક્સો અધિનિયમ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની ગંભીરતા ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા સાહેબે સ્થળ પર વિઝિટ કરી તપાસને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ મહિલા પોલીસ કર્મચારીની ઉપસ્થિતિમાં ભોગબનનારની સંવેદનશીલ રીતે પુછપરછ કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ તજવીજ ચાલુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments