મોરબીના જાંબુડીયા નજીક હાઈવે પર ચાલુ ડમ્પરમાંથી જોખમી રીતે સિરામિક વેસ્ટ રસ્તા પર ઢોળાઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા આ ગંભીર લાપરવાહીનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ડમ્પરમાંથી રસ્તા પર વેરાતો આ કચરો રાહદારીઓ અને અન્ય નાના વાહનચાલકો માટે જીવલેણ અકસ્માતનું કારણ બની શકે છે. આ જોખમકારક સ્થિતિને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોલીસ તંત્ર દ્વારા આવા બેફામ અને નિયમોનું ઉલ્લંઘન કરતા ડમ્પર ચાલકો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.











