Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં શ્રી દોશી એમ.એસ. એન્ડ એન.આર. હાઈસ્કૂલ ખાતે સેવાભાવી અજય લોરીયાના હસ્તે...

મોરબીમાં શ્રી દોશી એમ.એસ. એન્ડ એન.આર. હાઈસ્કૂલ ખાતે સેવાભાવી અજય લોરીયાના હસ્તે ધ્વજવંદન

મોરબીની શ્રી દોશી એમ.એસ. એન્ડ એન.આર. હાઇસ્કુલ ખાતે ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભક્તિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે સેવાભાવી અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ગૌરવમય કાર્યક્રમમાં વિદ્યુત ઉત્તેજક મંડળના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા તેમજ શાળાના ટ્રસ્ટ મંડળના સભ્યો અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખનીય રીતે ટ્રસ્ટ મંડળના ઉપપ્રમુખ એન. વી. સિરવી તથા ડો. લક્ષ્મણભાઈ કંજારીયાએ પોતાની હાજરી આપી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર પરિસરમાં દેશપ્રેમ અને રાષ્ટ્રગૌરવની લાગણી છલકાઈ ઉઠી હતી. આ કાર્યક્રમમાં શાળાના કુલ ૭૨૫ જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષક અને બિનશિક્ષક સ્ટાફ મળી કુલ ૭૪૫થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉલ્લાસભર્યા માહોલમાં સંપન્ન થયો હતો અને પ્રજાસત્તાક દિવસના મહત્વને ઉજાગર કરતા સંદેશાઓ આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments