Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી-વાંકાનેર હાઈવે પર જેસીબી સાઈડ કાપવાના વિવાદમાં લાલપર હોટલ માલિકને ધમકી

મોરબી-વાંકાનેર હાઈવે પર જેસીબી સાઈડ કાપવાના વિવાદમાં લાલપર હોટલ માલિકને ધમકી

મોરબી – વાંકાનેર હાઇવે પર ત્રણેક દિવસ પહેલા જેસીબીની સાઈડ કાપવા મામલે જેસીબી ડ્રાઇવર સાથે ઝઘડો કરનાર બોલેરો ચાલક સાથે બોલાચાલી ઝઘડો થયા બાદ ત્રણ શખ્સોએ સમાધાન કરવા આવી લાલપર ખાતે હોટલ માલિકને લોખંડના પાઇપ મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર ગામે રહેતા અને સંતકૃપા હોટલ ધરાવતા ફરિયાદી મયુરભાઈ રતિલાલ અઘારાએ આરોપી મહેશ ભરવાડ રહે.રફાળેશ્વર અને અન્ય બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રોજ તેમના જેસીબીના ડ્રાઇવર સાથે એક બોલેરો વાહન ચાલકને સાઈડ કાપવા મામલે ઝઘડો થતા તેઓ સ્થળ પર ગયા હતા અને બોલાચાલી થઈ હતી. જે બાદ તા.23ના રોજ આરોપી મહેશ ભરવાડ ફોન કરી તમારી હોટલે સમાધાન માટે આવીએ છીએ કહી ત્રણેય શખ્સ આવ્યા હતા અને બોલાચાલી કરી ગાળો આપી લોખંડનો પાઇપ મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments