મોરબી : આજના સમયમાં બેન્ક ફ્રોડ, ડિજિટલ ઍરેસ્ટ, કમાણીની લાલચ આપી છેતરપિંડીના બનાવ વધ્યા છે ત્યારે મોરબીના આસામી સાથે સોલાર ફિટિંગના નામે રૂ.16,233ની ઠગાઈ થતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મોરબીના સાવસર પ્લોટમાં રહેતા હિતેશભાઈ અનિલભાઈ સંઘવીએ સોશિયલ મીડિયામાં ઓનલાઈન સોલાર ફિટિંગની જાહેરાત જોયા બાદ આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટધારકના ખાતામાં રૂપિયા 16,233 ટ્રાન્સફર કર્યા બાદ આ શખ્સે સોલાર ફિટિંગ નહિ કરી આપી પૈસા પણ પરત નહિ આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી હતી.








