Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi77મા પ્રજાસત્તાક પર્વે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા જનતાને વોટિંગ કરવા અપીલ

77મા પ્રજાસત્તાક પર્વે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા જનતાને વોટિંગ કરવા અપીલ

મોરબી: પ્રજાસત્તાક પર્વ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડ દરમિયાન દેશની ત્રણે સશસ્ત્ર સેના, સાંસ્કૃતિક ઝાંખીઓ તથા વિવિધ રાજ્યોના આકર્ષક ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

૨૬ જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્ય દ્વારા “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્” વિષય આધારિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેને વ્યાપક જનસમર્થન મળ્યું છે. ગતવર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા જનતાને ભરપૂર વોટિંગ કરવાની અપીલ કરવામાં આવી છે.

આ માટે ભારત સરકારના MyGov પોર્ટલ પર ઓનલાઈન વોટિંગ યોજાયું છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વોટિંગ લિંક પોતાના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજના સભ્યો તેમજ કચેરીના કર્મચારીઓ સુધી વ્યાપક પ્રમાણમાં શેર કરી તેમને પણ ગુજરાતના ટેબ્લોને મત આપવા પ્રોત્સાહિત કરે.

વોટિંગ માટે નાગરિકોને www.mygov.in/node/365980/ લિંક પર જઈ રાજ્યોના ટેબ્લોની યાદીમાં બીજા ક્રમાંકે દર્શાવાયેલા ગુજરાતના ટેબ્લો સામે ટીક કરીને, ‘Log in to Participate’ વિકલ્પ પસંદ કરી મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડી દાખલ કરવાનું રહેશે. બાદમાં મળતો OTP દાખલ કરતા જ મત નોંધાઈ જશે.

ઉલ્લેખનીય છે કે આ વોટિંગ લિંક ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૪૫ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેથી વધુમાં વધુ નાગરિકો દ્વારા વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments