Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅદેપર ગામની પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

અદેપર ગામની પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

મોરબી તાલુકાના અદેપર ગામની પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવ અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ જનકસિંહ ઝાલાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી પ્રેરિત ગીતો, નાટકો તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ખૂબ જ સુંદર અને છટાદાર રીતે રજૂ કર્યા, જેને ઉપસ્થિત ગ્રામજનોએ ઉમળકાભેર બિરદાવ્યા હતા. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને પ્રતિભાને જોતા ગ્રામજનોએ વિવિધ રીતે તેમનું પ્રોત્સાહન પણ કર્યું હતું.

આ અવસરે સરપંચ જનકસિંહ ઝાલા દ્વારા ગામમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા આપતી નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું, જેનાથી મહિલા સશક્તિકરણનો સંદેશ સ્પષ્ટ રીતે ઉજાગર થયો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવાર, ગ્રામજનો અને આગેવાનોની નોંધપાત્ર હાજરી રહી હતી. આ રીતે અદેપર ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલી પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાષ્ટ્રપ્રેમ અને સમાજસેવાનો પ્રેરક સંદેશ આપી ગઈ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments