મોરબી: ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી, એસ.આઈ.એસ. અને એસ.એસ.સી.આઈ. રિજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે ખાસ ભરતી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરો જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારે 10:00 થી સાંજે 04:00 દરમિયાન યોજાશે.
મોરબી જિલ્લામાં 28 જાન્યુઆરીના રોજ હળવદની મોડલ સ્કૂલ, 29 જાન્યુઆરીએ ટંકારાની મહર્ષિ દયાનંદ વિ. વિદ્યાલય, 30 જાન્યુઆરીએ મોરબીની ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ, 31 જાન્યુઆરીએ માળીયા (મિં.) ના સરવડ સ્થિત કે.પી. હોથી ઉ.મા. શાળા, 01 ફેબ્રુઆરીએ મોરબીની ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ અને અંતમાં 03 તથા 04 ફેબ્રુઆરીના રોજ વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળોએ ભરતીની કામગીરી સવારે 10:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી ચાલશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 99259 87914 અથવા 63559 31356 ઉપર કરવાનો રહશે.
આ ભરતી માટે લાયકાત અને શરતોમાં 19 થી 40 વર્ષ ઉંમર, 10 પાસ/નાપાસ અને 12 પાસની શૈક્ષણિક લાયકાત, ઊંચાઈ 168 સેમી, વજન 56 કિલો અને છાતી 80-85 સેમી તથા ઉમેદવાર શારીરિક રીતે તંદુરસ્ત હોવો અનિવાર્ય છે.
મળવાપાત્ર સુવિધાઓ અને નોકરીની વિગતોમાં પસંદગી પામેલા ઉમેદવારોને માણસા-ગાંધીનગર ખાતે ટ્રેનિંગ આપ્યા બાદ 65 વર્ષ સુધી કાયમી સુરક્ષાકર્મી તરીકે ગુજરાતમાં નિમણૂક આપવામાં આવશે. તેમને એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, બુલેટ ટ્રેન અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં પોસ્ટિંગ મળી શકે છે. પગાર ધોરણ 20,500 થી 35,000 સુધી રહેશે, જેમાં વાર્ષિક વધારો, પ્રમોશન, પી.એફ., ઈ.એસ.આઈ.સી., મેડિકલ અને પેન્શન જેવી સુવિધાઓ સરકારના નીતિ-નિયમ મુજબ મળવાપાત્ર થશે.











