“એક શામ શહીદો કે નામ”
કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા “એક શામ શહીદો કે નામ” ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના કચ્છમાં થયેલ વિનાશક ભુકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતો ને સ્મરણાજલી અને ભારત માતા પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, ૭૭ માં ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો જેમાં લોક ગાયક શ્રી નિલેશભાઈ ગઢવી, શ્રી પવન નાગર (ઈન્ડિયન આઇડલ), લોક ગાયીકા ઉર્વશી રાદડીયા તથા ઐશ્વર્યા કેશવાણી અને અક્ષય જાની & ગ્રુપ કાર્યક્રમ માં રસલહાણ પીરશી હતી.
“એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ માં ઉપસ્થિત સેના આર્મી એરફોર્સ, BSF, પોલીશ, એન.સી.સી. હોમગાર્ડ સિવિલ ડીફેન્સ અને પ્રશસાનિક અધિકારી ગણ, ગણ માન્ય મહાનુભાવો, તા.પં. જી.પં. સદસ્ય તથા કાઉન્સિલર ભાઇઓ, બહેનો, સહ કાર્યકરો, પત્રકાર મિત્રો સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીશ્રીઓ સૌ નો આભાર વ્યક્ત કરતાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે આજે પુરો દેશ વિર શહીદો, સ્વતંત્રતા સેનાનીઓ અને વિજય દિવસના બહાદુરવીરો પ્રતિ નત મસ્તક છે. સાથે વિર શહીદો ના પરિવારો નો ઋણી છે. તેમની વીરતા નો ઇતિહાસ સ્વર્ણ અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશપ્રેમ – દેશભક્તિ થી અવગત થશે.
આપણા યશસ્વી વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કેન્દ્ર સરકાર, રાજય સરકારો, સ્વતંત્રા સેનાની તેમના પરિવારજનો ને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે. સાથે સાથે સેનાના આધુનિકરણ, સામાજીક ક્ષેત્ર ને મજબુતી આપવાની મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે.
પ્રજાસતાક દિવસની ૨૬મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ૧૯૫૦ માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું આ દિવસે લોકોનો દેશ ભક્તિનો ઉત્સાહ સંપુર્ણ આવશ્યકતા માં પણ સમગ્ર દેશને એક સાથે લાવે છે. દીપ પ્રાગટ્ય બાદ બાલીકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ ભક્તિના ગીતો સાથે સાથે સેનાના વિર જવાનો, પોલીશ હોમગાર્ડસ, દેશ સેવામાં જોડાયેલ સંસ્થાઓ નું સન્માન કરવામાં આવેલ, બીએસએફ, ડીઆઇજી શ્રી રાઠોડ સાહેબ, લેફ્ટ કર્નલ શ્રી નિમેશ કાન્તકુમાર, પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાજી, એનસીસી કર્નલ શ્રી વિકાસ પ્રભાકરજી, પૂર્વ / પશ્ચિમ હોમગાર્ડ કમાન્ડર શ્રી મનીષ બારોટ, શ્રી ભુમિત વાઢેર, આર. એ. સી શ્રી મકવાણા સાહેબ, કલેકટર કચેરી, ડી. વાય. એસ. પી. શ્રી કિસચન સાહેબ અને ભંગોરા સાહેબ, ઉપસ્થિત ગુજરાત ફિલ્મ કલાકાર સર્વશ્રી અંકિત સખિયા, શ્રુહદ ગોસ્વામી, કરન મેથી, રીવા રાચ્છ, શુભમ ગજ્જર, નીતિન બાલાસરા નું સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યશ્રી ભુજ કેશુભાઇ પટેલ, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, ભાજપ જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, નગરપાલિકા ભુજ પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, પારૂલબેન કારા, ભાજપ શહેર પ્રમુખશ્રી મિતભાઇ ઠક્કર, જગત વ્યાસ, પ્રકાશભાઇ પટેલ, મોહનભાઇ ચાવડા, નરેશભાઇ મહેશ્વરી, માવજી મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, કિશોરભાઇ મહેશ્વરી, અશોકભાઇ હાથી, મનીષાબેન સોલંકી, મયંક રૂપારેલ, દિનેશ ગણાત્રા, વિરાટ સોલંકી, શૈલેષભાઈ ચૌહાણ, રવિભાઇ નામોરી, વિરમભાઇ આહીર, મુકેશભાઇ ચંદે, મયુરસિંહ જાડેજા, પુનમ મકવાણા, અશોક હાથી, ગોકુલ ડાંગર, નિલેષ ગોસ્વામી, યોગેશભાઈ ત્રિવેદી, દિપક ડાંગર, જયંત ઠક્કર, હિતેશભાઈ ખંડોર, અલ્પેશભાઈ પટેલ, કાઉન્સિલર સંજયભાઈ ઠક્કર, વિગેરે હાજરી આપી હતી. દીપ પ્રાગટ્ય ભારત માતા પૂજન, વીર શહીદો ને શ્રદ્ધાંજલિ, ભૂકંપગ્રસ્ત દિવંગતો ને સ્મરણાંજલી, નિત્ય આરાધના ડાન્સ એકેડમી બહેનો દ્વારા ગણેશ સ્તુતિ થી શરૂ થયેલ કાર્યક્રમનું સંચાલન શ્રી પંકજભાઈ ઝાલા, શ્રી કલ્પેશ ગોસ્વામીએ સંભાળ્યું હતું.

















