Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજર્મનીના કાર્લે સાયકલ પર કાશ્મીરથી કન્યાકુમારી સફર દરમ્યાન મોરબી જલારામ ધામે કર્યા...

જર્મનીના કાર્લે સાયકલ પર કાશ્મીરથી કન્યાકુમારી સફર દરમ્યાન મોરબી જલારામ ધામે કર્યા દર્શન

મોરબી: જર્મનીના નાગરીક કાર્લ સાયકલ પર વર્લ્ડ ટુર કરવા નિકળ્યા છે ત્યારે તેઓ ભારતમાં કાશ્મીરથી કન્યા કુમારી સુધીની સફર સાયકલ પર કરી રહ્યા છે. તેઓ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ મહારાષ્ટ્ર જવા રવાના થશે. કચ્છથી સોમનાથની સફર કરતી વખતે તેઓ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા હતા. તેમની સાથે તેમના ભારતીય ગાઈડ યુ.પી.ના આશીષ કુમાર જોડાયા હતા.

મોરબી જલારામ ધામ દ્વારા તેઓની રહેવા-જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓએ પૂ.જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા તેઓને પૂ.જલારામ બાપાના જીવન ચરિત્ર તેમજ મોરબી જલારામ ધામના સેવાકાર્યો વિશે માહીતી આપવામાં આવી હતી. આ તકે મોરબી જલારામ સેવા મંડળના નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, અનીલભાઈ ગોવાણી, રાજભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓએ વિદેશી મહેમાનને મહેમાનગતિ પ્રદાન કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments