Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 285 દિવંગતોનું સામૂહિક અસ્થિ...

મોરબી જલારામ ધામ દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 285 દિવંગતોનું સામૂહિક અસ્થિ વિસર્જન

મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા 15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ 285 દીવંગતોનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યુ હતું.

શ્રી જલારામ સેવા મંડળ દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે. તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામુહીક વિસર્જન કરવામા આવે છે. જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.

મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળ દ્વારા ગત તા.26/1 રવિવારના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યુ હતુ. જેમાં 15 બિનવારસી, 70 વિદ્યુત સ્મશાનના અસ્થિઓ તેમજ સંસ્થાના અસ્થિ કુંભ માંથી 200 સહિત કુલ 285 દીવંગતોના અસ્થિઓનું હિન્દુ શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે સામુહીક વિસર્જન પવિત્ર ત્રિવેણી સંગમમાં કરવામાં આવ્યુ હતુ.

આ ભગીરથ કાર્યમા સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, કિશોરભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, પ્રવિણભાઈ કારીયા, કૌશલભાઈ જાની, રીશીભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના જોડાયા હતા. મોરબી વિદ્યુત સ્મશાન ખાતે શાસ્ત્રી રસિકલાલ ખેલશંકરભાઈ વ્યાસ દ્વારા અસ્થિઓની શાસ્ત્રોક્ત વિધી કરાવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments