મોરબી : આગામી તારીખ 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ પુષ્ય નક્ષત્રમાં દર વખતની જેમ મોરબી શહેરમાં અલગ અલગ બે સ્થળે નિ:શુલ્ક સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુ જીવન આયુર્વેદ દ્વારા 1 ફેબ્રુઆરીએ સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન મોરબીના શનાળા રોડ પર સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરીમાં આવેલા સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી ખાતે આ કેમ્પ યોજાશે.
જેમાં જન્મથી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા સગર્ભાને નિ:શુલ્ક સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. આ ઉપરાંત સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સહયોગથી સવારે 9 થી 1 વાગ્યે દરમિયાન મોરબીના રવાપર રોડ પર આવેલા નીલકંઠ સ્કૂલ સામેની વિશ્વકર્મા સોસાયટીમાં હનુમાનજી મંદિર ખાતે સુવર્ણ પ્રસંગ ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે.









