મોરબીના રંગપર-બેલા રોડ પર સ્થિત સીયારામ ગ્રેનાઈટો પ્રાઇવેટ લિમિટેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સંસ્કાર બ્લડ સેન્ટર અને બ્લડ બેંક મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના 70 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી રાષ્ટ્ર સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
આ કેમ્પને સફળ બનાવવામાં દેવેન્દ્રભાઈ બરાસરા, દિલીપભાઈ કાંજીયા અને જયપ્રકાશભાઈ બાવરવાએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ સીયારામ ગ્રેનાઈટોના આ સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો. તેમણે તમામ આયોજકો, રક્તદાતાઓ અને કંપનીના ઉત્સાહી યુવાનોનો આભાર માન્યો હતો.










