Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં પ્રશસ્ત એપ્લીકેશન માટે આચાર્ય તાલીમ યોજાઈ

હળવદમાં પ્રશસ્ત એપ્લીકેશન માટે આચાર્ય તાલીમ યોજાઈ

હળવદ : તા. 28-01-2026 ને બુઘવારના રોજ બી.આર.સી ભવન-હળવદ ખાતે સમગ્ર શિક્ષા-ગાંઘીનગર પ્રેરિત, સમગ્ર શિક્ષા-મોરબી માર્ગદર્શિત તથા બી.આર.સી ભવન હળવદ આયોજિત પ્રશસ્ત એપ્લીકેશનના ઉપયોગ માટેની આચાર્ય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં હળવદ તાલુકાની 153 સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યને પ્રશસ્ત એપ્લીકેશન વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના તજજ્ઞ તરીકે રસીકભાઇ બી. પાટડીયા, જગજીવનભાઈ કે. દસલાણિયા, પ્રવિણભાઈ જે. રાવલ તથા પ્રણવભાઈ એસ. રાવલે ખુબ સુંદર કામગીરી કરી તાલીમને સફળ બનાવી હતી. સમગ્ર તાલીમને સફળ બનાવવા માટે હળવદ બી.આર.સી. કો. ઑર્ડિનેટર મિલનકુમાર કે. પટેલના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન હળવદની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments