મોરબી જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા રાજ્યવ્યાપી સઘન ખસીકરણ અભિયાન અંતર્ગત યદુનંદન ગૌશાળા ખાતે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશુચિકિત્સા અધિકારીઓની ટીમ દ્વારા નર વાછરડા અને ધણખૂંટમાં ઓપન તથા ક્લોઝ પદ્ધતિથી સફળતાપૂર્વક ખસીકરણની કામગીરી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી નાયબ પશુપાલન નિયામક ડૉ. એન. જે. ફળદુ અને પશુચિકિત્સા અધિકારી ડૉ. એન. ડી. ભાડજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ પશુચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરીક્ષકોની ટીમે અંદાજે 120 જેટલા પશુઓનું ખસીકરણ કર્યું હતું.










