જૂનાગઢ: ગરવો ગઢ ગિરનાર… નવનાથો, ચોરાસી સિદ્ધો, ૬૪ જોગણીઓ અને બાવન વીરોની પાવન તપોભૂમિ સમા ગિરનારની પાવન ધરા પર ફરી એકવાર પૌરાણિક પરંપરા અનુસાર મહાશિવરાત્રીનો ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે. આ પવિત્ર પર્વે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર પર નાગા સાધુઓની રવેડી, શાહી સ્નાન તેમજ ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડશે.
આ વર્ષે મહાશિવરાત્રીના ભક્તિમય માહોલને વધુ ઉંડાઈ આપવા માટે સંગીત જગતે પણ વિશેષ યોગદાન આપ્યું છે. સ્ટુડિયો સરસ્વતી (જૂનાગઢ) દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ હિન્દી શિવભક્તિ ગીત ‘ગિરનારી ગિરનારી ગિરનારી’ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સોશિયલ મીડિયામાં ‘ગિરનારી’ ગીતની ધમાકેદાર લોકપ્રિયતા
સોશિયલ મીડિયામાં ‘ગિરનારી’ ગીતની ધમાકેદાર લોકપ્રિયતા
લેખક વનરાજ ચૌહાણ (વિરહ) દ્વારા લખાયેલ અને ભક્તિના ભાવોથી સજ્જ આ ગીત તેની ભવ્ય રચના અને શિવ આરાધનાના સંદેશને કારણે ઝડપથી વાયરલ બન્યું છે. મહાશિવરાત્રીના પાવન પર્વ પર આ ગીત શ્રદ્ધાળુઓની આસ્થાને સંગીતના સૂરોમાં પરોવે છે.
ગીતના નિર્માણ સાથે જોડાયેલા કલાકારો
આ ભક્તિ ગીતની સફળતા પાછળ અનેક પ્રતિભાશાળી કલાકારો અને ટેકનિકલ ટીમનું મહત્વપૂર્ણ યોગદાન છે:
ગાયક તથા સંગીત: તેજસ પટેલ (Tejas Patel)
નિર્માતા: મનોજ એન. જોબનપુત્રા
CEO: નેવિલ એમ. જોબનપુત્રા
ગીતકાર અને સહ-નિર્માતા: વનરાજ ચૌહાણ (વિરહ)
નિર્દેશક: પ્રણવ જેઠવા (JP)
અભિનેતા: નીતિન અભિમન્યુ
ભક્તિમય બનશે જૂનાગઢ
દર વર્ષે મહાશિવરાત્રીના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાય છે. આ વર્ષે ‘ગિરનારી’ ગીતના નાદ સાથે આખું જૂનાગઢ ભક્તિરસમાં તરબોળ બનશે. શ્રદ્ધાળુઓના ઉત્સાહને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તથા આવશ્યક સુવિધાઓ માટે સઘન તૈયારીઓ કરવામાં આવી છે. એક તરફ ગિરનાર પર શિવભક્તિનો આધ્યાત્મિક માહોલ રચાશે, તો બીજી તરફ કલા અને સંગીત જગત પણ ભોળાનાથના આ પાવન પર્વને ઉજાગર કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે.
‘ગિરનારી ગિરનારી’ ગીત નિહાળવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.









