Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ મોઢ વણિક સમાજ દ્વારા શ્રી માતંગી માતાજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી

હળવદ મોઢ વણિક સમાજ દ્વારા શ્રી માતંગી માતાજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી

મયુર રાવલ,હળવદ

આજરોજ હળવદ મોઢ વણિક સમાજ દ્વારા સમગ્ર મોઢ સમાજના કુળદેવી શ્રી માતંગી માતાજીના પાટોત્સવની ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ પાવન પ્રસંગે મોઢ બ્રાહ્મણ સમાજના સભ્યો તેમજ હળવદ તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી ભટ્ટ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે કાર્યક્રમની શોભા વધુ વધેલી જોવા મળી હતી.

કાર્યક્રમ દરમિયાન માતાજીના ચંદીપાઠ અને આરતી કરવામાં આવી હતી તેમજ ભક્તો માટે પ્રસાદી સ્વરૂપે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાન આપનાર તમામ દાતાશ્રીઓનો મોઢ વણિક સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments