મયુર રાવલ હળવદ
સતત બીજા વર્ષે નેશનલ કક્ષાએ મંગલમ્ વિદ્યાલય તારલાઓ
ગુજરાત રાજયનાં સર્વાગી વિકાસ હેતુ રાજય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. તે પૈકી એક પ્રયાસ એટલે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતાં બાળકો માટે STEMQUIZ 4.0 નું આયોજન અને બાળકોને પ્રોત્સાહીત કરવા કરોડોના ઈનામ.
વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા તેમજ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રૂચી વધારવા. છેલ્લા 4 વર્ષથી ગુજરાતના છેવાડાના બાળકોમાં રહેલ વિજ્ઞાન અને ટેકનોલોજીના ટેલેન્ટને શોધીને તેને નવી દિશા આપવા સરકાર STEMQUIZ 4.0નું આયોજન કરે છે. જે અનુસંધાને પ્રાથમિક કક્ષાએથી જ બાળકોમાં ટેક્નીકલ જ્ઞાન વધે તે માટે ટેક્નોસ્ટાર થકી વિવિધ વિજ્ઞાનલક્ષી પ્રવૃતિ કરાવતી હળવદની મંગલમ્ વિદ્યાલયના બાળકો સતત બીજા વર્ષે STEMQUIZ 4.0 માં નેશનલ લેવલે પહોંચ્યા છે.
Online યોજાતી આ સ્પર્ધામાં શાળાના પાંચ વિદ્યાર્થીઓ પટેલ દેવર્ષ દિલીપભાઈ, પટેલ પૂર્વ નિલેશભાઈ, દશાડીયા શુભ પ્રકાશભાઈ, માલવણીયા વંશ વાસુદેવભાઈ અને કંટારીયા ખુશ રાકેશભાઈ ઝોન કક્ષાએ પહોંચ્યા હતાં, જયારે ભુજ ખાતે યોજાયેલ ઝોન કક્ષાની આ સ્પર્ધામાં પટેલ પૂર્વ નિલેશભાઈ તેમજ પટેલ દેવર્ષ દિલીપભાઈ એ નેશનલ કક્ષાએ પહોંચવાની સિધ્ધિ પ્રાપ્ત કરી મંગલમ્ વિધાલયના તેમજ હળવદ નું ગૌરવ વધાર્યું હતું.













