મોરબી: મોરબી જિલ્લાના મેલડીધામ મધુપુર તથા પાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આગામી 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં લોકપ્રિય કલાકારો જયદીપ ભટ્ટી, ભરત રામાનુજ અને દક્ષા પરમાર પોતાની અનોખી શૈલીમાં ભજનોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં સંગીત સાથમાં સુરેશ પટેલ એન્ડ વાવડી ગ્રુપ તેમજ પાટીદાર સાઉન્ડ જોડાશે. શિવભક્તિ અને લોકસાહિત્યના આ સંગમમાં પધારવા મેલડીધામ મધુપુર દ્વારા ભાવિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









