મોરબી : મોરબી જલારામ ધામ ખાતે સ્વ.હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો 267 દર્દીઓએ લાભ લીધો હતો. અત્યાર સુધીના 53 કેમ્પમાં કુલ 15038 લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન કરવામાં આવ્યું છે.
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તાજેતરમાં યોજાયેલ કેમ્પનો 267 દર્દીઓએ લાભ લીધો હતો. તે ઉપરાંત 131 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
આ તકે અશ્વીનભાઈ કારીયા, રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, હાર્દિકભાઈ કારીયા, ભરતભાઈ મીરાણી, નિલેશભાઈ ખખ્ખર, અજયભાઈ કોટક, હર્ષદભાઈ બુધ્ધદેવ, જ્યોતિબેન મીરાણી, બંસીબેન મીરાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા,સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર,સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.









