મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઇ બોપલીયા અને પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલે ધારાસભ્ય દુર્લ્લભજીભાઇ દેથરિયા અને મોહનભાઇ કુંડારિયા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સીએમ હાઉસ ખાતે રૂબરૂ મળ્યા હતા. જેમા તેઓએ સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોની વિગતે રજુઆત કરી હતી.
જેમાં બાંધકામમાં ઉંચા જંત્રીના દરોને લીધે જુના યુનિટોને લે- વેચમાં જે તકલિફ ઉભી થાય છે તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી એ હકારાત્મક અભિગમ દાખવીને તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં પગલા ભરશે તેવું જણાવ્યું હતું. હાલમાં સિરામિક ક્લસ્ટરમાં 55 ઇન્ટરનલ રોડ-રસ્તા બની ગયા છે. જે 400 કરોડના ખર્ચે અને આશરે 90 કિમીના રોડ સારી ગુણવત્તા અને ટકાઉ બન્યા છે. જે બાબતે સંલગ્ન અધિકારીઓને એસોસિએશન દ્વારા બિરદાવામાં આવ્યા હતા અને બાકી રહેતા 153 સીસી રોડની વહેલી તકે મંજુરી મળી જાય તે બાબતે રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રી આ ફાઇલને તાત્કાલિક વર્ક ઓડર આપી દેશે તેવો અભિગમ દાખવ્યો હતો. ઉપરાંત, મુખ્યમંત્રી જ્યારે મોરબી આવ્યા હતા.ત્યારે સ્વચ્છતા બાબતે વિશેષ ભાર મુ્કયો હતો. જે બાબતના સ્મરણો યાદ કરાવી સિરામિક ક્લસ્ટરમાં રોડ સફાઇ બાબતે રોડ સફાઇ માટેના છ નંગ ટ્રક (રોડ – સ્વિપર)ની માંગણી કરી હતી. જે બાબત ની દરખાસ્ત માં હકારાત્મક અભિગમ સાથે ત્વરીત કાર્યવાહી કરશે. તેમ જણાવ્યું હતું. તેમ સિરામિક એસો.ના પ્રમુખની યાદીમાં જણાવાયું છે.









