Monday, February 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી બી.આર.સી. ભવન ખાતે કો-ઓર્ડીનેટરનો વિદાય અને સ્વાગત કાર્યક્રમ યોજાયો

મોરબી બી.આર.સી. ભવન ખાતે કો-ઓર્ડીનેટરનો વિદાય અને સ્વાગત કાર્યક્રમ યોજાયો

મોરબી : બી.આર.સી ભવન મોરબી ખાતે ચિરાગભાઈ આદ્રોજાની બીઆરસી કો-ઓર્ડીનેટર તરીકેની ટર્મ પૂર્ણ થતા તેમનો વિદાય કાર્યક્રમ અને મોરબીના નવનિયુક્ત બીઆરસી કો-ઓર્ડીનેટર ઉમેશ પ્રભુલાલ બોપલીયાની નિમણૂક થતા સ્વાગત સમારોહ યોજાયો હતો.

બી. આર.સી. કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજાના વિદાય કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને મદદનીશ જિલ્લા કોઓર્ડીનેટર પ્રવીણભાઈ ભોરણીયા અને તમામ બી.આર.સી ભવન મોરબી સ્ટાફ અને તમામ સી.આર.સી કો-ઓર્ડીનેટર હાજરી આપી ચિરાગભાઈ અદ્રોજાને સાલ અને મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી હતી અને નવનિયુકત ઉમેશભાઈનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન સીઆરસી કો-ઓર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા અને સી.આર.સી ટીમે કર્યું હતું .કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments