Monday, February 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઐતિહાસિક રાણીબાગની બદલાશે સૂરત : ₹2.21 કરોડના ખર્ચે થશે કાયાપલટ

મોરબીના ઐતિહાસિક રાણીબાગની બદલાશે સૂરત : ₹2.21 કરોડના ખર્ચે થશે કાયાપલટ

મોરબી: શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સમાન રાણીબાગને હવે આધુનિક ઓપ આપવાની તૈયારીઓ મોરબી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી હોવાની તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે. ગાર્ડન શાખા દ્વારા અંદાજિત ₹2.21 કરોડના ખર્ચે આ ગાર્ડનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શું હશે નવીન સુવિધાઓ?

નગરજનોને મનોરંજનની સાથે સુવિધાજનક વાતાવરણ મળી રહે તે માટે પ્રોજેક્ટમાં નીચે મુજબના આયોજનો કરવામાં આવ્યા છે:

આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: નવું આકર્ષક પ્રવેશદ્વાર, એડમિન બ્લોક, ટિકિટ કાઉન્ટર અને રિસેપ્શન ઝોન.
મનોરંજન અને ખાણી-પીણી: મુલાકાતીઓ માટે કેફે, દુકાનો, પેવ્ડ પાથવે અને બેસવા માટે સુંદર ગેઝેબો સ્ટ્રક્ચર્સ (છત્રીઓ).

લેન્ડસ્કેપિંગ: પાણીના ફુવારા/તત્વો, પ્લાન્ટેશન પટ્ટા, લીનીયર ગાર્ડન અને ગ્રીન બફર ઝોન સાથેની આધુનિક ડિઝાઇન.

પાર્કિંગ અને સુરક્ષા: વાહનો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા, સિક્યુરિટી પોસ્ટ અને સ્થાનિકો માટે અલગ ગાર્ડન એન્ટ્રી.

ટેન્ડર પ્રક્રિયા શરૂ

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખાના નાયબ ઇજનેરના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાલ ઓનલાઇન માધ્યમથી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતા જ મોરબીના શહેરીજનોને ભેટ સ્વરૂપે એક સુવિધાજનક અને આહલાદક પર્યટન સ્થળ મળી રહેશે.
ઐતિહાસિક ધરોહર જળવાઈ રહે અને સાથે નવી પેઢીને આધુનિક ગાર્ડનનો અનુભવ મળે તેવો સમન્વય આ પ્રોજેક્ટમાં જોવા મળશે તેવું મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments