મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના સુલતાનપુર ગામે બાતમીને આધારે દરોડો પાડી તળાવ કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી 1. સિકંદર જાનમામદ જેડા રહે.માળીયા 2.નવીન છગનભાઇ કૈલા રહે.ખાખરેચી 3.હકીમભાઈ રસુલભાઈ ભટ્ટી રહે.કાજરડા રોકડા રૂપિયા 12,500 સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.દરોડા દરમિયાન આરોપી જીગાભાઈ હરેશભાઇ સનુરા, મિલન અમથુભાઈ કુરિયા,હકાભાઈ ગોરધનભાઇ સીતાપરા રહે.સુલતાનપુર તેમજ વિષ્ણુ જસભાઈ ગડેશિયા રહે.ચીખલી અને અન્ય એક શખ્સ નાસી જતા કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








