Tuesday, February 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsગજડી ગામે વાડી વિસ્તારમાં કોપર વાયરની ચોરી કરનાર બે શખ્સો મુદ્દામાલ સાથે...

ગજડી ગામે વાડી વિસ્તારમાં કોપર વાયરની ચોરી કરનાર બે શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી: જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટેની પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ ટંકારા પોલીસે મોટી સફળતા મેળવી છે. ગજડી ગામે અલગ-અલગ વાડી વિસ્તારમાંથી થયેલ કોપર વાયરની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે

પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયા

ટંકારા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એમ. છાસીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન એક મોટરસાયકલ પર પ્લાસ્ટિકના બાચકા સાથે બે ઇસમો શંકાસ્પદ રીતે પસાર થતા મળી આવ્યા હતા. પોલીસે તેમને અટકાવી બાચકામાં તપાસ કરતા તેમાંથી અંદાજે ૨૫ કિલો રતાશ પડતો કોપર વાયર મળી આવ્યો હતો. આ વાયર બાબતે સંતોષકારક પુરાવા કે બિલ ન આપી શકતા પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી.

ચોરીની કબૂલાત

પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ તા. ૦૨/૦૨/૨૦૨૬ થી ૦૩/૦૨/૨૦૨૬ ની રાત્રિ દરમિયાન ગજડી ગામની સીમમાં આવેલ અલગ-અલગ વાડીઓમાંથી કેબલની ચોરી કરી હતી.

પકડાયેલ આરોપીઓની વિગત:
૧. પારસીંગ મંગુભાઇ ડામોર (ઉં.વ. ૩૪), રહે. હાલ ગજડી, મૂળ એમ.પી.
૨. અનીલભાઇ ગુમાનભાઇ પસાયા (ઉં.વ. ૨૪), રહે. હાલ ગજડી, મૂળ એમ.પી.

કબ્જે કરેલ મુદ્દામાલ:
કોપર વાયર: અંદાજે ૨૫ કિલો (કિંમત રૂ. ૧૨,૫૦૦/-)
મોટરસાયકલ: હીરો સ્પ્લેન્ડર પ્લસ નં. MP-45-MU-7921 (કિંમત રૂ. ૨૫,૦૦૦/-)
મોબાઈલ ફોન: ૩ નંગ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-)

આમ, ટંકારા પોલીસે કુલ રૂ. ૫૨,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ગુનામાં સંડોવાયેલ બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments