ટંકારા: 7 ફેબ્રુઆરીના રોજ ટંકારા ખાતે રમાબાઈ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા સ્થિત ડૉ. આંબેડકર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, કર્મચારીઓ અને બૌદ્ધ ભિક્ષુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ટંકારા તાલુકા અનુસૂચિત સમાજના કર્મચારીગણ તેમજ વિશેષ રૂપે સુરત અને મહારાષ્ટ્રથી પધારેલા ભંતે અમર જ્યોતિ, ભંતે આનંદ તેમજ ભિખ્ખું ધમ્મ રત્નજીએ હાજરી આપી હતી. આ પાવન અવસરે ધુલિયા (મહારાષ્ટ્ર) થી પધારેલા ભંતે અમર જ્યોતિજીએ ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓને ધમ્મ દેશના આપી કૃતાર્થ કર્યા હતા. ત્યારબાદ ઉજવણીના ભાગરૂપે આયુ બેબી પારમિતા ચૌહાણ દ્વારા કેક કાપીને માતા રમાબાઈ આંબેડકરના જન્મદિવસને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ટંકારા પંથકના અનેક કર્મશીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, અશોકભાઈ ચાવડા, જયંતિભાઈ સારેસા, બાબુભાઈ સારેસા, હસમુખભાઈ સોલંકી, કિશનભાઈ સારેસા, મહેશભાઈ સારેસા, જસવંતભાઈ ચાવડા, એડવોકેટ મનશુખભાઈ ચૌહાણ, સુરેશભાઈ પરમાર, હિમ્મતભાઈ સારેસા, કૌશિકભાઈ પારિયા, નાગસેન નાગવંશી, કૃપાલ બૌદ્ધ, દિલિપભાઈ જાદવ, દેવરાજ પારિયા, પ્રવિણભાઈ પાંચાલ અને નાથાલાલ વાઘેલા સહિતના આગેવાનોએ હાજરી આપી માતા રમાબાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.











