મોરબી : આર્યસમાજ મોરબી, સાર્થક વિદ્યામંદિર અને ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વૈદિક યજ્ઞ પ્રશિક્ષણ તેમજ અધ્યાત્મ ચિંતન માટે વિશેષ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી શાન્તાનંદજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો હેતુ સમાજમાં વૈદિક સંસ્કૃતિનો પ્રસાર અને યજ્ઞ વિધિ અંગે જાગૃતિ લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન યજ્ઞમંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ, સાચી વૈદિક યજ્ઞવિધિ, યજ્ઞ દ્વારા આરોગ્ય લાભ, રોગ મુક્તિ તથા માનસિક શાંતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે સ્મૃતિ શક્તિ અને મગજશક્તિ વધારવા માટેના વૈદિક ઉપાયો પણ સમજાવવામાં આવશે.
જેમાં તારીખ 16 ફેબ્રુઆરી ને સોમવારે બપોરે 4 થી 6 સુધી આર્ય સમાજ, લખધીરવાસ ખાતે યજ્ઞમંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ અને સાચી વૈદિક યજ્ઞ વિધિ તથા યજ્ઞ સે રોગ મુક્તિ-ચિંતન કાર્યક્રમ યોજાશે. જ્યારે બપોરે 12-30 થી 1-30 સુધી સાર્થક વિદ્યામંદિર ખાતે યજ્ઞમંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ અને સાચી વૈદિક યજ્ઞ વિધિ યોજાશે. તારીખ 17 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ સવારે 7-30 થી 9 વાગ્યા સુધી આર્ય સમાજ ખાતે યજ્ઞમંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ અને સાચી વૈદિક યજ્ઞ વિધિ કરાવાશે. જ્યારે બપોરે 12-30 થી 1-30 સુધી સાર્થક વિદ્યામંદિર ખાતે યજ્ઞ મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ અને સાચી વૈદિક યજ્ઞ વિધિ, સ્મૃતિ શક્તિ અને મેઘાબુદ્ધિ વધારવાના ઉપાયો જણાવવામાં આવશે. આ કાર્યક્રમમાં પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી યજ્ઞમાં સેવા આપશે.
આ કાર્યક્રમ 16-02-2025 ને સોમવાર થી 17-02-2025 ને મંગળવાર દરમિયાન વિવિધ સમયગાળામાં આયોજિત કરવામાં આવ્યો છે. સવારે અને બપોરના સત્રોમાં યજ્ઞ પ્રશિક્ષણ આપવામાં આવશે, જ્યારે 17-02-2025 મંગળવારના રોજ રાત્રે 9 થી 10-15 સુધી “યજ્ઞ સે રોગ મુક્તિ” પર ચિંતન વિષય પર વિશેષ પ્રવચન યોજાશે. આર્યસમાજમાં યજ્ઞ પ્રશિક્ષણ પૂર્ણ કરનારને યજ્ઞ આયોજન માટે જરૂરી સામગ્રી પર 50 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. વધુ માહિતી માટે ઉદયભાઈ આર્ય મો.નં. 9924949833 અથવા સુધાબા સિસોદીયા મો.નં. 9925491173 પર સંપર્ક કરવા જણાવાયું છે.









