Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મહાશિવરાત્રીના પર્વે કપિલા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોક ડાયરો યોજાશે

મોરબીમાં મહાશિવરાત્રીના પર્વે કપિલા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોક ડાયરો યોજાશે

મોરબી : આગામી મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ મંદિર ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગજાનંદ ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય લોક ડાયરો તારીખ 15/02/2026 ને રવિવારના રોજ રાત્રે 09:30 કલાકે શ્રી કપિલા હનુમાનજી મંદિર, કપિલા હનુમાન ચોક, વાવડી રોડ, માધાપર ખાતે યોજાશે.

આ ડાયરામાં કલાકારો વિજયભાઈ ડાભી, રિદ્ધિ ડાભી અને હેત પરમાર પોતાની કલા પીરસશે. સંગીતમાં બજરંગ ડી.જે. (મોરબી) તેમજ રમેશભાઈ ડાભી (ઉસ્તાદ) અને અમિતભાઈ મકવાણા (બેન્જો) સાથ આપશે. ગજાનંદ ગ્રુપ દ્વારા મોરબીની તમામ સનાતન ધર્મ પ્રેમી જનતાને આ ભવ્ય લોક ડાયરામાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments