મોરબી: મોરબી જિલ્લાની મુખ્ય ગણાતી સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે દર્દીઓની હાલાકી વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે દવાબારી બંધ રહેતી હોવાથી અને અપૂરતા સ્ટાફને કારણે ઈમરજન્સીમાં આવતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ ગંભીર મુદ્દે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઈ કોટેચા સહિતના સામાજિક કાર્યકરોએ જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી હોસ્પિટલની વ્યવસ્થા સુધારવા માંગ ઉઠાવી છે.








