Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ વેગડવાવ ફાટક પાસે ઓવરબ્રિજ–અંડરબ્રિજ પ્રોજેક્ટને ગતિ રેલવે મંજૂરી બાદ ફાઇનલ માપણી...

હળવદ વેગડવાવ ફાટક પાસે ઓવરબ્રિજ–અંડરબ્રિજ પ્રોજેક્ટને ગતિ રેલવે મંજૂરી બાદ ફાઇનલ માપણી પૂર્ણ, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે

મયુર રાવલ હળવદ

હળવદ શહેરના વેગડવાવ ફાટક પાસે પ્રસ્તાવિત ઓવરબ્રિજ તથા અંડરબ્રિજના કામને મહત્વપૂર્ણ પ્રગતિ મળી છે. આજે આજરોજ હળવદ નગરપાલિકા ટીમ, ડી.એલ.આર. કચેરી મોરબીની ટીમ, તેમજ GUDC મોરબી અને તેમની PMCની સંયુક્ત હાજરીમાં સ્થળ પર ફાઇનલ માપણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રેલવે વિભાગની જરૂરી મંજૂરી મળ્યા બાદ આ ફાઇનલ માપણી કરવામાં આવી હતી. સ્થળ પર ઓવરબ્રિજ તથા અંડરબ્રિજના કામ માટે જરૂરી તકનીકી અને ભૌતિક માપણી કરવામાં આવી, જે આગામી તબક્કાની કાર્યવાહી માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

આ માપણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેના થકી હળવદ શહેરમાં લાંબા સમયથી રાહ જોવાતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ તરફ દિશા મળશે.

નગરપાલિકા અને સંબંધિત વિભાગોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ–અંડરબ્રિજનું કામ પૂર્ણ થતાં વેગડવાવ ફાટક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેમજ શહેરના વિકાસને નવી ગતિ મળશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments