Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન

મોરબીમાં નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન

મોરબી જેન્યુન ફાઉન્ડેશન P.M.B. મોરબી ગ્રુપ દ્વારા આવનારા રવિવાર તા. 15 ફેબ્રુઆરી, 2026ના રોજ નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ લીલાપર રોડ પર સ્મશાન સામે, હોથીશાહ પીરની દરગાહ નજીક યોજાશે. કેમ્પનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રહેશે.

આ કેમ્પમાં ન્યુરો સર્જરી, જનરલ સર્જરી, જનરલ મેડિસીન અને ઓર્થોપેડીકના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે નિઃશુલ્ક X-Ray, બ્લડ પ્રેશર (BP), RBS તપાસ તથા જરૂરી દવાઓ પણ આપવામાં આવશે.

તમામ સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ ઉપલબ્ધ રહેશે. જેમને ફ્રી આયુષ્માન કાર્ડ બનાવડાવવાનું હોય તેઓએ આવકનો દાખલો, આધારકાર્ડ અને રેશનકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે આરિફભાઈ બલોચ (મો. 95741 53752) તેમજ મોહસીન શેખ (મો. 95379 36777) નો સંપર્ક કરવા જણાવાયું છે.

જેન્યુન ફાઉન્ડેશન દ્વારા મોરબી અને આસપાસના નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments