મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી બેઠક તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળનાર છે. આ બેઠકમાં આગામી વર્ષના બજેટને મંજૂરી આપવા સહિતના વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવશે.
જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ, મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તારીખ ૨૪/૦૨/૨૦૨૬ ને મંગળવારના રોજ બપોર બાદ ૦૪:૩૦ કલાકે જિલ્લા પંચાયત ભવનના સભાખંડ (રૂમ નં. ૧૯) માં મળશે. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે.









