મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. નગરજનો હવે કચેરીના ધક્કા ખાવાને બદલે ઘરબેઠા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં રૂ. 3 કરોડથી વધુનો મિલકત વેરો ઓનલાઈન ભરાયો છે.









