Wednesday, February 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત...

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં ધર્મસભા પણ યોજાઇ હતી. ત્યારબાદ તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જેનો હજાર લોકોએ લાભ લીધેલ હતો.

મોરબી નજીકના શારદાનગર ગામની બાજુમાં આવેલ જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવનું આયોજન કર્યું હતું અને આ ધાર્મિક પ્રસંગના મુખ્ય યજમાન જયેશભાઈ ગોપાલભાઈ વિલપરા તેમજ સહ યજમાનોમાં દશરથભાઈ ગોપાલભાઈ વિલપરા, શૈલેષભાઈ રતિલાલભાઈ વિલપરા, બળદેવભાઈ ચુનીલાલ વિલપરા, જીગ્નેશભાઈ રતિલાલભાઈ વિલપરા, સંજયભાઈ નારણભાઈ વિલપરા અને ધર્મેન્દ્રભાઈ નારણભાઈ વિલપરા હતા અને યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવી હતી.

આજે પાળેશ્વર મહાદેવ મંદિર બુધવારે ધર્મસભા યોજાઇ હતી જેમાં બગથળા ગામે આવેલ નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યાર બાદ બપોરે 12:00 કલાકે મહાઆરતી યોજાઇ હતી અને ત્યાર પછી અંદાજે 4 હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધેલ હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments