મોરબી શહેરના આવાસ વિહોણા લોકો પોતાના સપનાનું ઘર બનાવી શકે તે હેતુથી મોરબી મહાપાલિકા દ્વારા વિશેષ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 ના BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજીઓ સ્વીકારવા અને લોકોને યોજનાની માહિતી આપવા માટે આ પહેલ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, આ રાત્રી સભા આજે તારીખ 11/02/2026, બુધવારના રોજ રાત્રે 08:00 થી 09:00 કલાક દરમિયાન સાંઈબાબા મંદિર કેમ્પસ, રણછોડ નગર, વીસીપરા, મોરબી ખાતે યોજાશે.
આ સભામાં PMAY(U) 2.0 અંતર્ગત કોને અને કેવી રીતે લાભ મળી શકે તેની વિગતવાર સમજણ આપવામાં આવશે. જે લોકો આવાસ વિહોણા છે અને પોતાના નવીન ઘરનું બાંધકામ કરવા ઈચ્છે છે, તેમને આ રાત્રી સભામાં ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકાના આવાસ યોજના શાખાના અધ્યક્ષ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.









