ટંકારા : શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિ ટંકારા સ્થિત અને સેવાના પર્યાય સમાન ‘આર્ય સમાજ ટંકારા’ (ત્રણ હાટડી શેરી) આવતીકાલે 12 ફેબ્રુઆરીએ પોતાના ગૌરવવંતા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે બે દિવસય ભવ્ય ‘શતાબ્દી મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે આવતીકાલથી શરૂ થશે.
આર્યસમાજ ટંકારા શતાબ્દી મહોત્સવની બે દિવસની ટૂંકી કાર્યક્રમ સૂચિ
દિવસ ૧: ૧૨-૦૨-૨૦૨૬ (ગુરુવાર)
સવારે ૦૬:૪૫ – ૦૮:૦૦: આગમન યજ્ઞ અને દૈનિક યજ્ઞ
સવારે ૦૮:૩૦: ધ્વજારોહણ (સ્વામી દેવવ્રતજી દ્વારા) અને આશીર્વાદ
સવારે ૦૮:૪૫ – ૧૦:૩૦: ભવ્ય શોભાયાત્રા અને આર્યગ્રામમાં આગમન
સવારે ૧૦:૪૫ – ૧૨:૩૦: ઉદ્ઘાટન સત્ર, મહાનુભાવોનું સ્વાગત અને ઉદબોધન
બપોરે ૧૨:૩૦ – ૦૨:૩૦: ભોજન વિરામ અને આત્મ નિરીક્ષણ કસોટી
બપોરે ૦૨:૩૦ – ૦૬:૦૦: ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યાખ્યાન અને પૂર્વ સભાસદ સન્માન
સાંજે ૦૬:૦૦: સંધ્યા યજ્ઞ અને રાત્રિ ભોજન
રાત્રે ૦૮:૦૦ – ૧૦:૧૫: ભજન (કંચનકુમારજી), નાટિકા અને મુનિ સત્યજીતજીનું વ્યાખ્યાન
દિવસ ૨: ૧૩-૦૨-૨૦૨૬ (શુક્રવાર)
સવારે ૦૭:૪૫ – ૦૮:૪૫: આગમન યજ્ઞ, દૈનિક યજ્ઞ અને અલ્પાહાર
સવારે ૦૯:૩૦ – ૧૨:૪૦: મહાનુભાવોનું સ્વાગત, મંત્રપાઠ અને વિદ્વાનોના ઉદબોધન (યુવા શક્તિ નિર્માણ અને આર્યસમાજની પ્રાસંગિકતા પર)
બપોરે ૧૨:૪૦ – ૦૨:૦૦: બપોરનું ભોજન
બપોરે ૦૨:૦૦ – ૦૫:૦૦: ભજન, મહિલા સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન વિધિ
સાંજે ૦૫:૦૦ – ૦૬:૧૦: મહાનુભાવોના વિચાર, પ્રતિક સન્માન અને સંધ્યા યજ્ઞ
રાત્રે ૦૮:૦૦ – ૧૦:૩૦: ભજન, કાર્યકર્તા સન્માન, મુનિશ્રીના આશીર્વાદ અને આભાર દર્શન
શાંતિપાઠ અને સમાપન
ઉપરોક્ત ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તથા કાર્યક્રમમાં સહભાગી થવા તમામને આર્ય જગતે જાહેર આમંત્રણ આપ્યું છે.









