ટંકારા : આગામી તારીખે 20 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી સન ઓફ વડવાળા ગ્રુપ રબારી સમાજ દ્વારા સતત 5મો સેવા કેમ્પ યોજાશે. હીરાપર ગામ પાસે આવેલ સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આ સેવા કેમ્પનું આયોજન કરાયું છે. તો આ સેવા કાર્યનો લાભ લેવા સર્વે પદયાત્રીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.









